કચ્છના નખત્રાણામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ફરી વળતાં વાહન વ્યવહારને અસર થઈ હતી. બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણીનું વહેણ પસાર થાય છે, જેના કારણે કચ્છમાં આવેલા પ્રવાસીઓ અટવાયા છે.


[[$googlead]]

કચ્છમાં આવેલા પ્રવાસીઓ અટવાયા

કચ્છમાં ભારે વરસાદથી નખત્રાણા-લખપકને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તેમજ ટોડિયા પાસે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો અટવાયા છે. કચ્છમાં ફરવા માટે આવેલા પ્રવાસીઓ વરસાદના કારણે ફસાતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. 

[[$alsoread]]

  • Follow us on: