આ વખતે આકરા તાપથી તપેલા લોકોને વરસાદથી રાહત મળી રહી છે. જિલ્લામાં ધીરે ધીરે ચોમાસાના આગમનથી વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભુજ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી હતી.
ગુજરાતમાં ચોમાસાએ આસ્તે આસ્તે દસ્તક દીધી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે ગરમીથી ત્રસ્ત લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. વરસાદ શરૂ થતા બફારાથી રાહત મળી છે. તો ક્યાંક ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી રસ્તા પર પસાર થતા મુસાફરોને મુશ્કેલીઓ નડી રહી છે.









