કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ મોટા ભાગના ડેમો ઓવરફ્લો થયા છે. જિલ્લામાં મધ્યમ કક્ષાના 20 ડેમો આવેલા છે. જેમાંથી 7 ડેમો ઓવરફ્લો થયા છે. અબડાસાનો કંકાવટી, બેરાચીયા, મીઠી ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ લખપત તાલુકાનો ગજણસર, માંડવીનો ડોણ, મુંદ્રાનો કારાધોધા ડેમ અને નખત્રાણાનો મથલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે.
નાની સિંચાઈ યોજનાના 65 ડેમો ઓવરફ્લો
જિલ્લામાં આવેલા મધ્યમ કક્ષાના સાત ડેમો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદના કારણે ડેમમાં 1000થી 4000 એમસીએફટી પાણીની આવક થઈ છે. જ્યારે નાની સિચાઈ યોજનાના 65 જેટલા ડેમો ઓવરફ્લો થયા છે.









