રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના અબડાસામાં વરસાદી માહોલ જામ્યો છે. અબડાસાના મુખ્ય મથક નલિયામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
કચ્છમાં વરસાદનું યલો એલર્ટ
રાજ્યમાં ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં રેડ એલર્ટ સાથે સોમનાથ, વલસાડ, તાપી, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તથા ખેડા, આણંદ અને કચ્છમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયુ છે.









