રાજ્યમાં થોડા દિવસમા વિરામ બાદ મેઘરાજાના ફરી મંડાણ થયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં વરસાદી માહોલ સર્જાયો છે. કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા નદીમાં ભારે પાણી આવ્યું છે. ત્યારે ઉખેડા પાસે નદીના પ્રવાહમાં કાર તણાઈ હતી. ઉખેડા પાસે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં કાર ચાલકે જોખમ લઈ કારને પ્રસાર કરવાની કૌશિશ કરવામાં આવી રહી હતી, પરંતુ કાર નદીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે કારમાં સવાર વ્યક્તિને સ્થાનિકો દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યો હતો. 


[[$googlead]]
  • Follow us on: