સુરતમાં એરપોર્ટ બિલ્ડીંગ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત થયું હોવાની ઘટના બની છે.નવા બનતા બિલ્ડીંગના પહેલા માળેથી શ્રમિક નીચે પટકાયો હતો,35 વર્ષીય યુવકનું કામ કરતી વખતે નીચે પટકાતા મોત થયું હોવાની વાત સામે આવી છે.કેનન લેકવ્યુ બિલ્ડીંગ પરથી શ્રમિક નીચે પટકાયો હતો.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
સુરત એરપોર્ટ બિલ્ડીંગ પરનો બનાવ
સુરત એરપોર્ટ બિલ્ડીંગ પરથી કામ કરતો શ્રમિક નીચે પટકાતા તેનું મોત થયું છે.આ શ્રમિકે સેફટીના સાધનો પહેર્યા હતા કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.મૃતદેહને પીએમ અર્થે ખસેડીને પરિવારને જાણ કરી છે,સાથે સાથે જેટલા શ્રમિકો કામ કરતા હતા તેને લઈ નિવેદન પણ નોંધ્યા છે.
અરવલ્લીના મેઘરજમાં એક શ્રમિકનું મોત થયું 15 દિવસ પહેલા
મેઘરજ તાલુકાના વાસણા ગામનો શ્રમિક પુલીયા પરથી પટકાતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. સરકારી અનાજના ગોડાઉનમાં કામ કરતો શ્રમિક મોબાઇલ ફોન પર વાત કરતા કરતા પુલીયા પર ગયો હતો અને અચાનક પુલીયા પરથી નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









