સુરતના પીપલોદમાં ઈસ્રોન મોલની લિફટ ખોટકાઈ છે, જીમમાંથી નીચે આવતા 9 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાયા હોવાની વાત પણ સામે આવી છે, ફાયર વિભાગની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ કરાયું છે અને સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નથી થઈ, ફાયર વિભાગે ત્વરીત ઘટના સ્થળે જઈને કામગીરી કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


[[$googlead]]

જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું?

લિફ્ટમાં ફસાઈ જાવ ત્યારે તમે સૌથી પહેલા એલાર્મ બટન દબાવવું જોઈએ. આની મદદથી લિફ્ટ મેનેજર કે આખી બિલ્ડિંગને જાણ થઈ જશે કે કોઈક લિફ્ટમાં ફસાયું છે. તેનાથી જલ્દીથી તમારી મદદ માટે લોકો પહોંચી જશે. આ પછી લિફ્ટમાં આપેલ ફોનનું બટન દબાવો અને લિફ્ટમાં ફસાઈ જવા વિશે સિક્યોરિટી ગાર્ડને જલ્દી જાણ કરો. 

[[$alsoread]]

27 માર્ચ 2025ના રોજ અમદાવાદમાં પણ બની આવી જ ઘટના

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 4 લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કામગીરી કરવામાં આવી હતી, ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈ તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢયા હતા, મૈત્રી સર્કલ પાસે આદિત્ય એવન્યુમાં આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

  • Follow us on: