સુરતમાં ડીલેવરી વાનની આડમાં દારૂની હેરાફેરી શરૂ કરવામાં આવી છે,જેમાં ટેમ્પોમાંથી પોલીસને બિયરની ટીન મળી આવ્યા છે,ઉધના BRC કમ્પાઉન્ડમાં પાર્ક હતો ટેમ્પો અને તેમાં પોલીસે ચેકિંગ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો,પોલીસે કુલદીપ યનિયારા, અશ્વિનીકુમાર યાદવ,નીતિન અમ્બોરેની ધરપકડ કરી હતી,આરોપી અજય કાફેની અલગ અલગ બ્રાન્ચમાં જતો અને દારૂની હેરાફેરી કરતો હતો,વાપીથી ટેમ્પો લઈ દમણ જતો અને દારુ લઈ નીકળતો હતો.


[[$googlead]]

13 દિવસ પહેલા પણ સુરત ગ્રામ્યમાંથી ઝડપાયો દારૂ

સુરત ગ્રામ્ય પોલીસે સાયણ વિસ્તારમાંથી વિદેશી દારૂની મોટી ખેપ પકડી પાડી હતી. પોલીસે બાતમીના આધારે સાયણ ગોથાણ રોડ પરથી 1008 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીઓમાં ગીરીશભાઇ મોહનભાઈ પટેલ (ઉ.વ.55) અને સંજયભાઇ ધીરૂભાઇ રાઠોડ (ઉ.વ.46)નો સમાવેશ થાય છે. જ્યારે અજય રણજીતભાઇ રાઠોડ, પ્રવિણ ઉર્ફે પીન નટવરભાઇ પટેલ અને એક કિયા સેલ્ટોસ કારનો ચાલક ફરાર છે.

[[$alsoread]]

  • Follow us on: