આજે દેશમાં લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કામાં કુલ 57 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આગામી 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે લોકસભા ચૂંટણીના એગ્ઝિટ પોલ અંગેની ડિબેટમાં ભાગ લેવાનો કોંગ્રસે દ્વારા ઈન્કાર કરવામાં આવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શાહ દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસને ખબર છે કે તે હારી રહી છે. જ્યારથી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીંની મુખ્ય વ્યવસ્થામાં આવ્યા છે ત્યારથી કોંગ્રેસ ડિનાયલ મોડમાં રહી છે.


[[$googlead]]

વધુમાં અમિત શાહે કહ્યુ કે, સુપ્રિમ કોર્ટમાંથી કોઈ અનુકુળ જજમેટ ન આવે તો ન્યાયતંત્ર પર સવાલ ઊભા કરી દે છે. ચૂંટણી કમિશન સહિત સરકારી એજન્સીઓ સામે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવે છે. રાહુલ ગાંધીના નેતૃત્વને કારણે કોંગ્રેસને પછડાટ મળી રહી છે. હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે, શાહમૃગ વૃત્તિથી ક્યારે પણ કોઈનો ફાયદો નથી થતો.


[[$alsoread]]

  • Follow us on: