આજે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. હાલ તમામ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. ત્યારે NDAની બેઠકો 300ને પાર નીકળી ગઈ છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 224 બેઠકો પર આગળ ચાલી રહ્યુ છે. હાલ ગુજરાતની બનાસકાંઠા બેઠક બહુ જ રોમાંચક જંગ જામ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. બનાસકાંઠા બેઠક હાલ તો ક્ષણે ક્ષણે સમીકરણ બદલાઈ રહ્યા હતા.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








