લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે. લોકસભા ચૂંટણી 2024માં NDAનો 292 બેઠકો પર વિજય થયો છે. જેમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપને લોકસભા ચૂંટણીમાં 240 બેઠકો પર જીત મળી છે. ત્યારે ચૂંટણીના પરિણામો બાદ મિટિંગોનો દૌર શરૂ થઈ ગયો છે. આજે દિલ્હી ખાતે NDAની મહત્ત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં સરકાર બનાવવાને લઈ ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં JDU-TDPના પ્રતિનિધિઓ હાજર રહી શકે છે. લોકસભા ચૂંટણીમાં NDA પાસે સ્પષ્ટ બહુમત છે, પરંતુ સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોની જરૂર છે. આ વખતે સરકાર બનાવવા માટે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકરની ભૂમિકામાં રહેશે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








