ગુજરાતમાં ભાજપ હેટ્રિક નથી લગાવી શકી, પરંતુ દેશના 8 રાજ્યોમાં ભાજપને ફાયદો થયેલ છે. દેશની 5 રાજ્યોની તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જેમાં મધ્યપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, ત્રિપુરા અને દિલ્હીમાં તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. મધ્યપ્રદેશમાં તમામ 29 બેઠક પર ભાજપની જીત થઈ છે, તેમજ હિમાચલમાં તમામ 4 બેઠક પર ભાજપની ભવ્ય જીત થશે છે. જેમાં હિમાચલના મંડીમાં ભાજપના ઉમેદવાર કંગના રનૌતની જીત થઈ છે. આ ઉપરાંત ઉત્તરાખંડમા પણ ભાજપે તમામ 5 બેઠકો પર જીત મેળવી છે. તેમજ ત્રિપુરાની 2 બેઠક અને દિલ્હીની તમામ 7 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








