લોકસભા ચૂંટણીના પરિણામોને લઇ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ ચૂંટણી અમે વિવિધ સંસ્થાઓને બચાવવા લડ્યા છીએ. મીડિયાની ભૂમિકા માટે પણ અમે લડતા રહ્યા છીએ. સંવિધાનને બચાવવા માટે કોંગ્રેસ લડતી રહી. આ સાથે ભાજપ પર પ્રહાર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બેંક અકાઉન્ટ ફ્રીઝ કર્યા, CMને જેલમાં નાંખ્યા છે. કોંગ્રેસ પાર્ટી બબ્બર શેર કાર્યકર્તાઓનો ધન્યવાદ માને છે. INDIA ગઠબંધનના પરફોર્મન્સ પાછળ સંવિધાન જ હતુ. શેર બજાર તૂટતા રાહુલ ગાંધીએ અદાણીના સ્ટોકને લઈને પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, અમને દેશની જનતા પર ગર્વ છે. દેશને બચાવવા માટે હિંદુસ્તાનના ગરીબે પ્રયાસ કર્યો. ગરીબ, આદિવાસી, દલિત લોકો હિંદુસ્તાનને બચાવવા લડ્યા. અમે જે વાયદા આપ્યા છે પૂર્ણ કરીશું...જાતિ જનગણના, મહાલક્ષ્મી યોજના અમે પૂર્ણ કરીશું.









