લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે. 2024ની ચૂંટણી પરિણામમાં NDAને બહુમતિ મળી છે, પરંતુ ભાજપને 242 બેઠકો પર જ જીત મળી છે તેમ છતાં પણ દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બનતી જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ હાલ તો રાજકીય પક્ષોમાં બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. ચૂંટણીના પરિણામમાં NDAને 292 બેઠક પર જીત મેળવી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનનો 234 બેઠકો પર વિજય થયો છે. સતત ત્રીજી વખત ભાજપ દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો છે. જ્યારે કોંગ્રેસ 99 બેઠકો સાથે બીજો મોટો રાજકીય પક્ષ છે. 2019ની ચૂંટણીના પરિણામની સરખામણીમાં 2024માં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. 2019ની 353 બેઠકો સામે 2024માં NDAને 292 બેઠકો પર જ જીત મેળવી શકી છે


[[$googlead]]
  • Follow us on: