રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે. ત્યારે પરસોત્તમ રૂપાલાની જીત બાદ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને પ્રેસ કોન્ફરન્સ યોજી છે. પરેશ ધાનાણીએ મીડિયા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સાંસદ બનવાની હરીફાઈ ન હતી. રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ ન હતી, કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ ન હતી. રાજકોટનું રણ મૈદાન સવિધાનને બચાવવાની, સવિધાન અધિકારને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી. ધાનાણીએ વધુમાં કહ્યું કે, 2024 ચૂંટણી 2004નું પર્નાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં જે રુઝાન સામે આવી રહ્યા છે, તે મુજબ હજુ પણ હું આશાવાદી છું.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








