લોકસભાની ચૂંટણીમાં પરિણામો ભાજપના અનુમાનથી તદ્દન વિપરીત જોવા મળી રહ્યા છે. જોકે હજી તો વલણો સામે આવી રહ્યા છે. પરંતુ તેમાં ભાજપની જીત જોવા મળી રહી છે. હાલ લોકસભા ચૂંટણી પરિણામમાં ભાજપ, કોંગ્રેસ, NDA અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. 2024ના પરિણામમાં વોટ શેરમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રમાં 10 વર્ષ બાદ ભાજપ બહુમતીથી દૂર જોવા મળી રહી છે. ભાજપને આ વખતે 2019ની સરખામણીમાં 1 ટકા ઓછા મત મળ્યા છે. ભાજપનું 1 ટકા વોટ શેર ઘટતા ભાજપને 62 બેઠકોનું નુકસાન સહન કરવું પડશે. જ્યારે કોંગ્રેસને 2019ની સરખામણીમાં 3 ટકા વોડ શેર વધ્યો છે. જેના કારણો કોંગ્રેસની બેઠકો વધી છે.


[[$googlead]]
  • Follow us on: