લોકસભાના સ્પીકર ઓમ બિરલા ચૂંટાયા છે. આજે સદનની કાર્યવાહીના ત્રીજા દિવસે લોકસભા અધ્યક્ષ પદની ચૂંટણી યોજાઈ હતી. દરખાસ્ત ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા છે. મહત્વનું છે કે ઓમ બિરલા બીજી વખત સ્પીકર પદે ચૂંટાયા છે. PM નરેન્દ્ર મોદીએ લોકસભાના નવા સ્પીકર ઓમ બિરલાને અભિનંદન પાઠવતા કહ્યું કે, ઓમ બિરલા સ્પીકર પદે તે ગૃહનું સૌભાગ્ય છે. આવનાર 5 વર્ષમાં અમારું માર્ગદર્શન કરશો તે મને વિશ્વાસ છે. ગૃહમાં તમારી મહત્ત્વની ભૂમિકા રહેશે. રાહુલ ગાંધીએ લોકસભાના નવા સ્પીકર ઓમ બિરલાને અભિનંદર કહ્યું કે, લોકસભા એ દેશના લોકોનું પ્રતિનિધિત્વ છે. અમે ગૃહ ચલાવવામાં સ્પીકરને મદદ કરીશું. વિપક્ષનો અવાજ ગૃહમાં ગુંજે તે જરૂરી છે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]