લોકસભામાં સ્પીકરના પદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા સ્પીકરના પદ માટે ચૂંટણી થવા જય રહી છે. જેમાં હવે આ વખતે લોકસભા સ્પીકરના પદ માટે વિપક્ષ દ્વારા પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. NDA સરકારના ઉમેદવાર ઓમ બિરલા સામે વિપક્ષે પણ સ્પીકરના ઉમેદવાર જાહેર કર્યા છે.


[[$googlead]]

લોકસભાના સ્પીકર બનવા અંગે વિપક્ષ સાથે સહમતિ બનાવવાના તમામ પ્રયાસો પર પાણી ફરી વળ્યુ છે. વિપક્ષે કોંગ્રેસના સાંસદ કોડીકુનીલ સુરેશને ઉમેદવારી નોંધાવવાના સમયમર્યાદા પહેલા જ વિપક્ષના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. થોડા સમય બાદ સુરેશે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પહેલા ભાજપના સાંસદ ઓમ બિરલાએ એનડીએ વતી ઉમેદવારી ફોર્મ ભર્યુ. ત્યારે હવે લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે.


[[$alsoread]]

  • Follow us on: