વડોદરાના માંજલપુર મામલતદાર કચેરીમાં KYC કરવાને લઈને લોકોની લાંબી લાઈનો લાગી છે. રાશનકાર્ડ, આધારકાર્ડ, KYCને લઈને લોકો લાંબી લાઈનો મામતલતદાર કચેરી ખાતે જોવા મળી છે. લોકો સવારે 6 વાગ્યાથી જ લાઈનમાં પોતાનું કામ કરાવવા માટે ઉભા છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે પણ લાંબી લાઈનો લાગી છે તો અન્ય અરજદારોની કચેરીની બહાર પણ લાંબી લાઈનો જોવા મળી છે.


[[$googlead]]

અરજદારો 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં નથી થતાં કામ

એક રૂમમાં 150થી 200 લોકો ઉભા રહ્યા છે અને હજારો અરજદાર વચ્ચે ફક્ત 5 ઓપરેટર કામગીરી કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આ પ્રકારના દ્રશ્યો ચિંતાજનક છે. મામલતદાર કચેરીમાં સિનિયર સીટીઝન સહિત બાળકો પણ લાઈનમાં ઉભા રહીને પરેશાન થઈ રહ્યા છે. ઘણા લોકો છેલ્લા 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં કામ થતા નથી. બીજી તરફ સર્વરની પણ સમસ્યા રહેવાના કારણે કામગીરી ઝડપી થઈ શક્તી નથી, ત્યારે અરજદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

[[$alsoread]]

  • Follow us on: