વર્ષ 2024ના અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણીને કરવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ દિવ ગુજરાતના લોકો માટે હોટ ફેવરિટ માનવામાં આવે છે અને તેને લઈને જ કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં 31 ડિસેમ્બરને લઈ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દીવમાં આજે 31 ડિસેમ્બરને લઈ દારૂની દુકાનો પર લોકોની મોટી મોટી કતારો લાગી છે.
દારૂની દુકાન બહાર લોકોની લાંબી લાઈન
દીવમાં આવેલા રોયલ વાઈન શોપમાં પર્યટકોની દારુ લેવા માટે લાંબી લાંબી લાઈનો લાગી છે. આજે દીવમાં નવા વર્ષને વધાવવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને પાર્ટી કરી રહ્યા છે. ત્યારે આજ સાંજ સુધીમાં પ્રવાસીઓ દીવના નાગવા બીચ, ઘોઘલા બીચ સહિતના સ્થળો પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
હોટલોમાં નવા વર્ષના આગમનની તૈયારીઓને આખરી ઓપ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષે કરતાં આ વર્ષે ખૂબ ઓછા પર્યટકો દીવ ખાતે જોવા મળી રહ્યા છે, જ્યારે નવા વર્ષના આગમન ને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હોટલોમાં નવા વર્ષના આગમનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગઈ છે, દરેક હોટલો ફુલ છે અને હોટલોમાં ડીજે, ડિનર, ડાન્સ પાર્ટી જેવી અનેક તૈયારીઓ કરાઈ હતી. ડિનરમાં વેજ, નોનવેજ તથા અનેક ખાણી પીણી વગેરેની તૈયારીઓ કરાઈ છે, હોટલ માલિકોએ દરેક હોટલોમાં ખાસ નવા વર્ષના આગમનને લઈને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે.









