આજે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ મોટી સંખ્યામાં લોકો મહાશિવરાત્રીના મેળામાં આવ્યા છે. આ દરમિયાન જૂનાગઢમાં ભગવાન શિવને ભાંગનો અભિષેક કરવામાં આવ્યો છે. ત્યારબાદ શ્રદ્ધાળુઓએ ભાંગની પ્રસાદી લીધી છે. જૂનાગઢ શહેર 'જય ભોલેનાથ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.


[[$googlead]]

મેળાને લઈ એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવાઈ

જુનાગઢમાં શિવરાત્રીના પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી છે અને ભગવાન ભોળાનાથને ભાંગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. શિવરાત્રીના દિવસે ભાંગની પ્રસાદી લેવામાં આવે છે. દૂધ, કાજુ,બદામના મિશ્રણથી ભાંગ બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો જામ્યો છે અને મેળાને લઈ એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવાઈ રહી છે. અત્યાર સુધીમાં 4619 ST બસની ટ્રીપ કરવામાં આવી છે. ચાર દિવસમાં બે લાખથી વધુ મુસાફરોનું પરિવહન કરાયું છે. મેળાના ચાર દિવસમાં કુલ 1 કરોડ 6 લાખની આવક થઈ છે. ટ્રાફિક વધતા વધુ બસો દોડાવવામાં આવી રહી છે. ભરડાવાવથી ભવનાથની વધુ એક્સ્ટ્રા બસ ચલાવાઈ રહી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે.

[[$alsoread]]


  • Follow us on: