- દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં
- મહાગૌરીનાં વસ્ત્ર અને આભૂષણ પણ શ્વેત છે
- તેમની ઉપાસનાથી ભક્તોનાં પાપો દૂર થાય છે
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મહાગૌરી એ નવદુર્ગાનું આઠમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે વૃષારુઢા તરીકે પણ ઓળખાય છે. નવરાત્રિના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે શ્વેતાંબરધરા તરીકે પણ ઓળખાય છે.
પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ "મહાગૌરી" તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે
મા દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે મહાગૌરી. પૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસના થાય છે. મહાગૌરીની શક્તિ અમોઘ અને સદાય ફળ દેવાવાળી છે. તેમની ઉપાસનાથી ભક્તોનાં પાપો દૂર થાય છે. ભક્ત બધા જ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બને છે. મહાગૌરીનો વર્ણ પૂર્ણતઃ ગૌર છે. આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને કુંદના ફુલ સાથે કરવામાં આવે છે. મહાગૌરીનાં વસ્ત્ર અને આભૂષણ પણ શ્વેત છે.
મહાગૌરીની ચાર ભુજાઓ છે. મહાગૌરીનું વાહન વૃષભ છે. મહાગૌરીના ઉપર તરફના ડાબા હાથમાં અભય મુદ્રા અને નીચેના હાથમાં ત્રિશૂળ છે. મહાગૌરીના ઉપરના જમણા હાથમાં ડમરું અને નીચેનો હાથ વરદાન મુદ્રામાં છે. તેમની મુખ મુદ્રા અત્યંત શાંત છે. મહાગૌરીએ શિવને પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી હતી. કઠોર તપશ્ચર્યાને કારણે મહાગૌરીનું શરીર કાળું પડી ગયું હતું. મા મહાગૌરીનું ધ્યાન, સ્મરણ, પૂજન, આરાધન ભક્તો માટે કલ્યાણકારી છે. મહાગૌરીની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મહાગૌરી ભક્તોનાં કષ્ટ ચોક્કસ દૂર કરે છે. મહાગૌરીની ઉપાસનાથી અસંભવ કામ પણ થઈ જાય છે.









