મહારાષ્ટ્રમાં ભાજપની જીત બાદ મુખ્યપ્રધાન CM એકનાથ શિંદેનું મોટુ નિવેદન સામે આવ્યું છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે આ ઐતિહાસિક જીત, જનતાની જીત છે. અમે જે કામ કર્યું આ તેની જીત છે. લોકોએ અમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો તેની જીત છે.


[[$googlead]]

અમે ખેડૂતોના બિલો માફ કર્યા: CM એકનાથ શિંદે

વિકાસની રાજનીતિ પર જનતાએ મહોર મારી દીધી છે અને ભાજપને સત્તા સોંપી છે. અમે પાયા વગરના આરોપો પર ધ્યાન ન આપ્યું. અમે ખેડૂતોના બિલો માફ કર્યા, ઘરે બેસીને સરકાર ચલાવનારા હાર્યા છે, તે આરોપ લગાવતા રહ્યાં, અમે કામ કરતા રહ્યા અને તેનું આ પરિણામ જનતાએ આપ્યું છે. અમે બાલાસાહેબના વિચારોનું સન્માન કર્યું છે અને અમે સરકારને લોકોના દરવાજા સુધી લઈ ગયા છે.

[[$alsoread]]

મહારાષ્ટ્રમાં પહેલીવાર આવી જીત, લાડકી યોજના ગેમ ચેન્જર સાબિત થઈ: અજિત પવાર

મહારાષ્ટ્ર બમ્પર જીત બાદ મહાયુતિની સંયુક્ત પત્રકાર પરિષદમાં અજિત પવારે કહ્યું કે, વિરોધી પાર્ટીઓ શૂન્ય સાબિત થઈ. આ જીતે લોકસભામાં હારનો અભાવ દૂર કર્યો. લોકોએ વિકાસના નામે મત આપ્યા. જીત બાદ મહાયુતિની સંયુક્ત પત્રકાર પરિષદમાં અજિત પવારે કહ્યું કે લાડકી બહેના યોજના ગેમ ચેન્જર સાબિત થઈ છે. લોકોએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. ખોટું બોલનારને જવાબ મળી ગયો છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની જીત પ્રથમ વખત મળી છે. અમે રેકોર્ડ તોડ્યો છે.


  • Follow us on: