રાજ્યમાં એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવો અને વૃક્ષો રોપણના કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ મહેસાણામાં બિલ્ડરો દ્વારા હોર્ડિંગ્સ લગાવવા માટે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. હાલ તો મહેસાણામાં બિલ્ડરોને જાણ કોઈનો ડર ન હોય તેવી રીતે બેફામ બન્યા છે. મહેસાણાના રાધનપુર રોડ પર બિલ્ડરો જે પ્રોજેક્ટ અમલમાં મુકવાના છે તેની જાહેરાત માટે હોર્ડિંગ્સ લગાવ્યા, પરંતુ હોર્ડિંગ્સ દેખાય તે માટે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. પ્રોજેક્ટની જાહેરાત માટે એક હોર્ડિંગ્સ લગાવવા માટે 4 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. અત્યારે કુલ 25 વૃક્ષો કાપ નાખવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. ભાજપના પૂર્વ શહેર મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાનો વીડિયો વાયરલ કર્યો છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








