રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહીસાગરના સંતરામપુરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદ શરૂ થયો છે. સંતરામપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી લહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ખેતી લાયક વરસાદ હાલ શરૂ છે. ઉલ્લેખનીય છેકે, ગતરોજ વિરપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








