અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગતાં જીવ સટોસટના ખેલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો બચવા માટે ઝઝૂમતા જોવા મળ્યા હતાં. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા નાના બાળકોને કેવી રીતે નીચે ઉતારાયા તે રૂંવાડા ખડા કરી નાંખનારા દ્રશ્યો હતાં. અત્યાર સુધીમાં 18 લોકોનું રેસેક્યૂ કરવામાં આવ્યું હતું.


[[$googlead]]

જીવના જોખમે બાળકોને બચાવી લેવામાં આવ્યા

[[$alsoread]]

આગની ઘટના બની ત્યારે લોકો જીવ બચાવવા માટે બચાવો બચાવોની બૂમો પાડતા હતાં. મહિલાઓ પણ બચાવો બચાવોની બૂમો પાડતી હતી. નાના બાળકોને બચાવવા માટે તેમના માતા પિતા તેમને નીચે ઉતારવા માટે ઝઝૂમતા જોવા મળ્યા હતાં. આગ લાગી ત્યારે અફરા તફરી મચી જવા પામી હતી. નાના બાળકોને ચોથા માળેથી નીચે ઉતારવા માટે નીચે લટકાવવા પડ્યા હતાં. જીવના જોખમે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતાં.

લોકોને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા

આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો બચવા માટે ઝઝૂમતા હતાં. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી. આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. ફાયરના અધિકારીઓએ કહ્યું હતું કે, આગ પર કાબુ મેળવી લેવાયો છે 18 જેટલા લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા છે. 

મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન

આ અંગે મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, ફાયર બ્રિગેડને 3.30 વાગ્યે કોલ મળ્યો હતો. તાત્કાલિક 6 વાહનો ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા હતાં. કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનામાં 15થી 20 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. 



  • Follow us on: