અમદાવાદમાં કોલ્ડપ્લેની ટિકિટના કાળાબજારી કરનારાની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે જેમાં અક્ષય પટેલન નામાના યુવાનની ધરપકડ કરવામાં આવી છે,કોલ્ડપ્લેની 6 ટિકિટો ઊંચા ભાવે વેચતો હતો જેની પોલીસ પાસે બાતમી હતી અને તે બાતમીના આધારે પોલીસે ધરપકડ કરી હોવાની વાત સામે આવી છે,ચાંદખેડા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે અને મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ આદરી છે.
ચાંદખેડાના યુવકની કરાઈ ધરપકડ
અમદાવાદના ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અક્ષય પટેલ પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી આવી છે. 2500 રુપિયાની 4 અને 4500 રુપિયાની 2 ટિકિટ મળી આવી છે. 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળા બજારી કરતો હોવાનું સામે આવ્યું છે. અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી. પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
કોલ્ડ પ્લેને લઈ ટિકિટની પડાપડી થઈ રહી છે
અમદાવાદમાં 25 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે જેને લઈ ટિકિટની પડાપડી થઈ રહી છે. કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે હજારો લોકો વેટિંગ રૂમમાં છે અને ટિકિટ્સનું ધડાધડ વેચાણ થઇ રહ્યું છે. બ્રિટિશ બેન કોલ્ડ પ્લેના લાઈવ કોન્સર્ટ માટે ઓછામાં ઓછો ટિકિટનો ભાવ 25 2500 રૂપિયા છે, જેના માટે છ સ્ટેન્ડ છે, તેમાંથી મોટા ભાગની ટિકિટ્સનું વેચાણ થઈ ગયું છે, જ્યારે મહત્તમ ભાવ 12500 રૂપિયા છે, યંગસ્ટર્સમાં કોન્સેપ્ટ જબરજસ્ત ક્રેઝ છે.









