સુરતમાં ફરીથી ગાંજાની ડિલિવરી કરનાર ઝડપાઈ ગયો છે, હાઈબ્રીડ ગાંજો મંગાવનાર યશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સુરતના યુવાધનને ગાંજાના રવાડે ચઢાવતા હતા અને ગાંજાનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે, લાજપોર ગામથી ગાંજા સાથે 2 યુવકોને ઝડપ્યા હતા તો આરોપીએ સ્નેપચેટ પર ડીલ કરી કેલિફોર્નિયાથી ગાંજો મંગાવ્યો હતો.
બે દિવસ પહેલા પણ સુરતમાંથી ઝડપાયો હતો ગાંજો
સુરતમાં 3.94 કિલો ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી જેમાં લીંબાયત પોલીસે કાર્યવાહી કરી હતી,સલમાન શેખ અને હુસેનની ધરપકડ કરવામાં આવી છે,પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે કામગીરી કરવામાં આવી છે,નીલગીરી મેદાન તરફ પોલીસ વોચમાં હતી અને તે દરમિયાન પોલીસના હાથે બે આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
ભેસ્તાન વિસ્તારમાંથી પણ મળ્યો ગાંજો
સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભેસ્તાન પોલીસ દ્વારા એક રેઇડમાં 4.178 કિલો ગાંજો, નશાકારક કોડઈન સિરપ અને ટેબલેટના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે. શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં રેઇડ, 56,698 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ભેસ્તાન પોલીસ દ્વારા આરોપી શુભમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં 1 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં.









