દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મનકી બાત કાર્યક્રમને સંબોધન કરે છે. ત્યારે આજે જુલાઇ મહિનાનો અંતિમ રવિવાર હોવાથી પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ મેથ્સ ઓલંપિયાડના વિજેતાઓ સાથે પીએમ મોદી વાત કરી રહ્યા છે. મહત્વનું છે કે મેથ્સ ઓલંપિયાડમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યા છે. પીએમ મોદીએ આ ચારેય વિજેતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ગણિત સાથે મિત્રતા કેવી રીતે કરવી, ગણિતથી ગભરાવુ કેમ નહી તેવો પીએમ મોદીએ વિજેતાઓને સવાલ કર્યો હતો.


[[$googlead]]

ઓલિમ્પિકના ખેલાડીઓ માટે પીએમ મોદીએ શું કહ્યું?

મન કી બાતના 112મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલમાં, પેરિસ ઓલિમ્પિક સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ મંચ પર ત્રિરંગો લહેરાવવાની અને તેના માટે કંઈક કરવાની તક આપે છે. તમારે તમારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. આસામના ચરાઇદેઉ મૈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં, તે ભારતનું 43મું સ્થળ હશે, પરંતુ ઉત્તર-પૂર્વનું પ્રથમ સ્થળ હશે.

[[$alsoread]]

પહાડો પર ચમકતું શહેર!

પીએમ મોદીએ કહ્યું કે, ચરાઇડ્યુનો અર્થ થાય છે પહાડો પર ચમકતું શહેર. આ અહોમ વંશની પ્રથમ રાજધાની હતી. અહોમ વંશના લોકો પરંપરાગત રીતે તેમના પૂર્વજોના મૃતદેહ અને તેમની કિંમતી વસ્તુઓને મૈદમમાં રાખતા હતા. મૈડમ એક ટેકરા જેવું માળખું છે જે ટોચ પર માટીથી ઢંકાયેલું છે અને નીચે એક અથવા વધુ ઓરડાઓ ધરાવે છે. આ મૈદમ અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને મહાનુભાવો માટે આદરનું પ્રતીક છે. આપણા પૂર્વજો પ્રત્યે આદર દર્શાવવાની આ રીત ખૂબ જ અનોખી છે.


  • Follow us on: