રાજકોટમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રિમોન્સુનની કામગીરીને લઈ મહત્વની મિટિંગ કરવામાં આવશે. પ્રિમોન્સૂન અને વાવાઝોડા અંગે આ મહત્વની મીટીંગમાં ચર્ચા કરવામાં આવશે. સિંચાઈ, પાણી પુરવઠા વિભાગના મામલતદારને મીટીંગમાં બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી વરસાદી કંટ્રોલરૂમ પણ જિલ્લામાં શરૂ કરવામાં આવશે.
વીજ લાઈનો, જર્જરિત મકાનો, ચેકડેમની સમીક્ષા થશે
કલેક્ટર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં જીઈબીની ખખડધજ વીજલાઈનો, જર્જરિત મકાનો, ચેકડેમ, નાના તળાવો અને ડેમોના વાયરલેસ સેટ સહિતની બાબતે સમીક્ષા કરવામાં આવશે. 16 જેટલા ખાતાઓની મીટીંગ બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્ય સહિત સમગ્ર દેશમાં સારા વરસાદની આશા છે. ત્યારે તંત્રએ પાણી પહેલા જ પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે.









