મહેસાણામાં કડીથી લક્ષ્મીપુરા ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં આવેલ ખેતરોમાં LPG ગેસપાઇપ લાઇનો નાખતા વિવાદ શરૂ થયો હતો. જેમાં કંડલા ગોરખપુર LPG ગેસ પાઇપ લાઇનો નાખવાનું કામ ચાલતું હતું.
ફ્રેંસિંગ તોડીને કામ ચાલુ કરી દેવામાં આવ્યું
ત્યારે કડીમાં LPG ગેસના કર્મચારીઓ દ્ધારા ખેડુતોની પરવાનગી વગર ખેતરોમાં લગાવેલ તાર ફ્રેંસિંગ તોડીને કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જેને લઈને વિવાદ શરૂ થયો હતો. જેને લઈને ભારત સરકાર ગેઝેટ LPG ગેસ પાઇપ લાઇનો કોન્ટ્રાક્ટરો દ્ધારા પાઇપ લાઇનો નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ખેડૂતોને નુક્શાન ભોગવવાનો વારો આવ્યો
ખેડુતો દ્વારા હાલ ભારે મહેનતથી પાકની વાવણી કરવામાં આવી છે અને ત્યાં LPG ગેસના કોન્ટ્રાક્ટરો દ્ધારા જે.સી.બી. મશીન દ્વારા હટાવી દેવાતા ખેડૂતોને નુક્શાન ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં સર્વે નંબર 53,58,59,60 નંબર જમીનોમાં LPG ગેસની પાઇપ લાઇનો નાખવાનું ગેઝેટ બહાર પાડવામાં આવેલું છે.
વિવાદ વધતાં પોલીસ દોડી આવી
LPG ગેસના કર્મચારીઓ અને ખેડુતો વચ્ચે વિવાદ વધુ તથા પોલીસ દોડી આવી હતી. ત્યારે ખેડુતોના ઉભા પાક ઉપર LPG ગેસ પાઇપ લાઇન કોન્ટ્રાક્ટરનું જે.સી.બી. મશીન ફરી વળતા ખેડુતોની મહેનત પર પાણી ફરી વળ્યુ હતું.









