રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની માતાનું નિધન થયું છે. આરોગ્ય મંત્રીના માતા કમળાબેન પટેલનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમના પાર્થિવદેહને સાંજે 5 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે તેમના નિવાસ્થાને રખાશે. ત્યારબાદ અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામાં આવશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા વિસનગર પહોંચશે.
સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે કમળાબેન પટેલના નિધનથી સમગ્ર પટેલ પરિવાર અને સમગ્ર મહેસાણા જિલ્લા તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્વર્ગસ્થ કમળાબેનના અંતિમ સંસ્કાર આજે સાંજે સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરવામાં આવશે, જેમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પહોંચે તેવી શક્યતા છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતા કમળાબેન પટેલના પાર્થિવ દેહની અંતિમ યાત્રા આજે સાંજે 5 વાગ્યે વિસનગરના થલોટા રોડ પર આવેલી હરિદ્વાર સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. આ અંતિમ યાત્રા સિદ્ધપુર ખાતે પહોંચશે, જ્યાં મુક્તિધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.









