મહેસાણા જિલ્લામાં ડીએપી ખાતરની ભારે અછત ઉભી થઇ છે. છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં ડીએપી ખાતરનો સ્ટોક નથી.એક તરફ એરંડા જેવા ઉભા પાકો માં ડીએપી ખાતર ની હાલ માં ખેડૂતો ને તાતી જરૂર ઉભી થઇ છે અને ડીએપી ખાતર મળતું નથી.


[[$googlead]]

ડીએપી ખાતરની અછત ? 

રવિ સીઝન શરૂ થવાની સાથે ઘઉં અને રાઈ ના પાક માં પણ ડીએપી ખાતર ની ખેડૂતો ને જરૂર પડશે ત્યારે મહેસાણા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ હોય કે જિલ્લા ના અન્ય તાલુકા સંઘો માં ક્યાંય પણ ડીએપી ખાતર નો સ્ટોક નથી..ડીએપી ખાતર ની કિંમત 1350 રૂપિયા છે તો બીજી તરફ તેના બદલા માં વાપરી શકાય એવું ખાતર એનપીકે ખાતર નો ભાવ 1470 છે.આમ,ખેડૂતો ને ડીએપી ખાતર ખેડૂતો ને સસ્તું પડે છે તેની સામે એનપીકે ખાતર બહુ મોંઘું પડી રહ્યું છે

[[$alsoread]]

ખેડૂતોએ ભોગવી હાલાકી 

.ડીએપી ખાતર વર્ષો થી ખેતી માં ખૂબ પ્રચલિત છે ત્યારે અન્ય ખાતર વાપરવા માં ખેડૂતો ખચકાઈ રહ્યા છે..આમ ડીએપી ખાતરનું ઉત્પાદન હાલમાં ઘણું ઓછું હોવાથી જિલ્લા કક્ષાએ ખાતરનો સ્ટોક પહોંચતો નથી અને તેના કારણે ડીએપી સ્ટોક જિલ્લા માં ના હોવાથી ખેડૂતો ડીએપી ખાતર થી હાલાકી ભોગવી રહ્યા છે.

  • Follow us on: