સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓના બાતમીદારો ઝડપાયા છે. ખનન માફિયાઓના બાતમીદારો પર તંત્રએ તવાઈ બોલાવી છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના કડક આદેશ બાદ ચોટીલા પ્રાંત ઓફિસર એચ.ટી.મકવાણાએ કાર્યવાહી કરી છે. અધિકારીઓની ગાડીની રેકી કરતા બાતમીદારો ઝડપાયા છે. અધિકારીઓની ગાડીની રેકી કરતા બાતમીદારોની 2 ગાડીઓ ઝડપી રાજ્ય સાત એટલે કે કાયમી ખાલસા શ્રી સરકાર કરવાની કાર્યવાહી કરાતા બાતમીદારોમાં ફફડાટ ફેલાયો છે.


[[$googlead]]

ચેકીંગમાં વધુ 4 ડમ્પર રેતી ભરેલા ઝડપી પાડયા

ગાડીની રેકી કરતા બાતમીદારોની 2 ગાડીઓ ઝડપાઈ છે. ખનન માફિયાઓને લોકેશન આપતા 3 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બાતમીદારોની પકડાયેલી ગાડીઓ રાજ્યસાત કરાઈ છે. કલેક્ટરના આદેશ બાદ પ્રાંત અધિકારીએ આ કાર્યવાહી કરી છે. આ દરમિયાન ચોટીલા પ્રાંતે ચેકીંગમાં વધુ 4 ડમ્પર રેતી ભરેલા ઝડપી પાડયા છે અને 1.33 કરોડની ખનીજચોરી ઝડપાઈ છે.

[[$alsoread]]


  • Follow us on: