અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરથી કુલ્લુ ફરવા ગયેલ યુવક નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. મોડાસાના ડોક્ટરનો પુત્ર મિત્રો સાથે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ફરવા ગયો ત્યારે નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ડોક્ટરનો પુત્ર સોહમ શાહ કુલ્લુની પાર્વતી નદીમાં સ્નાન કરવા ગયો ત્યારે ડૂબી જવાથી મોત નિપજ્યું. આ ઘટનાની જાણ કુલ્લુ પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારને પુત્રના આકસ્મિક મોતની જાણ થતા મોડાસામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








