લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળતા દેશમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બની છે. 9 જૂનના રોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત PM પદના શપથ લીધા હતા. PM મોદીની સાથે 72 મંત્રીઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. મોદી સરકાર 3.0ના નવા મંત્રીમંડળમાં કુલ 27 OBC મંત્રીઓને સ્થાન મળ્યું છે. તેમજ અનુસૂચતિ જાતિના 10 અને અનુસૂચિત જનજાતિના 5 મંત્રીઓને સ્થાન મળ્યું છે. નવા મંત્રીમંડળમાં ઈસાઈ સમુદાયમાંથી એક મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.


[[$googlead]]

મોદી સરકાર 3.0માં નવા મંત્રીમંડળમાં સામાન્ય સમુદાયમાંથી 28 મંત્રીઓને સ્થાન મળ્યું છે. નવા મંત્રીમંડળમાં 8 બ્રાહ્મણ અને 3 રાજપૂત મંત્રીઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ભૂમિહાર, યાદવ, જાટ, કુર્મીના 2-2 મંત્રીનો સમાવેશ કરાયો છે. તેમજ મરાઠા અને વક્કાલિગા વર્ગમાંથી પણ 2-2 મંત્રીઓને સ્થાન મળ્યું છે. શીખ સમુદાયમાંથી બે સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. 

[[$alsoread]]

  • Follow us on: