લોકસભાની ચૂંટણીમાં એનડીએએ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. ત્યારે સાંજે 7.15 કલાકે પીએમ પદના નરેન્દ્ર મોદી શપથ લેવાના છે. જેને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારથી જ મંત્રી પદના શપથ માટે નેતાઓને ફોન આવી ગયા હતા. ત્યારે દિલ્હીમાં પીએમ આવાસ પર સંભવિત મંત્રીઓ સાથે યોજાયેલ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં શપથ લેનાર મંત્રીઓ સાથે નરેન્દ્ર મોદીએ ચા પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા, ગજેન્દ્રસિંહ શેખાવત, કિશન રેડ્ડી સહિતના નેતાઓ PM નિવાસસ્થાને હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નવા કેબિનેટ સાથીદારોને કહ્યું છે કે 100 દિવસના એજન્ડાના એક્શન પ્લાનને જમીન પર લાગુ કરવો પડશે. તમને જે પણ વિભાગ મળે, તેની પેન્ડિંગ સ્કીમોને વહેલી તકે પૂરી કરવાની હોય છે. 5 વર્ષના રોડ મેપમાં વ્યસ્ત રહો. અમારી સરકારનો ઉદ્દેશ્ય 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનો છે. જનતાને એનડીએમાં વિશ્વાસ છે. તેને વધારે મજબૂત કરવાનો છે.









