નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ જવાહરલાલ નેહરુ પછી હેટ્રિક કરનાર બીજા વડાપ્રધાન બનશે. મોદી 3.0નો શપથ ગ્રહણ સાંજે 7.15 કલાકે થવાનો છે જેમાં ઘણા વિદેશી મહેમાનો હાજર રહેવા માટે દિલ્હી આવી પહોંચ્યા છે. સાંજે શપથગ્રહણ સમારોહ છે ત્યારે સવારથી જ નેતાઓને મંત્રી પદના શપથ માટેના ફોન આવી રહ્યા છે. જેમાં ગુજરાતના 5 સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળશે. મોદી સરકાર 3.0માં ગુજરાતના સાંસદોમાંથી અમિત શાહ અને મનસુખ માંડવિયાનું નામ મંત્રી પદે ફાઈનલ છે. તેમજ એસ. જયશંકર અને જે.પી. નડ્ડા મંત્રી બનશે. આ ઉપરાંત સી.આર. પાટીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








