રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે.ત્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.









