દેશભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્ર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ આસામ, ઉત્તરપ્રદેશ, અરુણાચલ, બિહારમાં પણ વરસાદની માહોલ સર્જાયો છે. રાજસ્થાન અને ગોવામાં પણ મુશળાધાર વરસાદ વરસ્યો છે. રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ ખાબક્યો છે. હિમાચલમાં ભસ્ખલનને કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હિમાચલમાં ભારે વરસાદથી 70થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.


[[$googlead]]

ઉત્તર-પૂર્વીય રાજ્યમાં ભારે વરસાદ

આસામમાં પૂરથી અત્યાર સુધીમાં 84 લોકોના મોત નિપજ્યાં છે. તેમજ આસામના 28 જિલ્લાના 23 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. બીજી તરફ બિહારના સાત જિલ્લામાં વીજળી પડતા 12 લોકોના મોત નિપજ્યાં છે. મેધાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરાસદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

[[$alsoread]]

  • Follow us on: