રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ફરી મેઘ મંડાણ થયા છે. અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથના ઘણા ભાગોમાં વરસાદે માઝા મૂકતા લોકોને રાહત થઈ છે. અમરેલીના જાફરાબાદ અને રાજુલા પંથકમાં વરસાદે સવારથી જ જમાવટ કરતાં શહેર વચ્ચેથી પાણી વહેતા થયા હતા. તો આ તરફ ભાવનગરના સિહોર અને તળાજામાં પણ મેઘપધરામણી થઈ છે. ગીર સોમનાથના તાલાલામાં પણ વરસાદે રાહત આપી છે. તો આ તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે રાહત આપી છે. જેને લઈને માતર, પેટલાદ અને સાવલીમાં એકધારા વરસાદથી ખેડૂતોને હાશકારો થયો છે.


[[$googlead]]

ક્યાં કેવો વરસાદ?

રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. તેથી છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ મહેસાણા, સાબરકાંઠા તથા ગાંધીનગર, અમદાવાદ સહિત અરવલ્લી, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા મહીસાગર, વડોદરા, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

[[$alsoread]]


  • Follow us on: