ચોમાસાની દસ્તક પહેલા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની એન્ટ્રી થઈ છે. મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ગુજરાત તરફ આગળ વધી રહેલા વરસાદની વકી છે. ગુજરાતમાં પણ ચોમાસાની પ્રિમોન્સૂન એક્ટીવિટી શરૂ થઇ ગઇ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે. જ્યાંથી હવે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચશે. જે બાદ ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન આસામ, સિક્કિમ, ઉત્તરપૂર્વ બિહાર અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વોત્તર ભારત, કેરળ, કર્ણાટક, તેલંગાણા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને આંતરિક ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, છત્તીસગઢમાં હળવો વરસાદ વરસ્યો હતો. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ સર્જાઈ હતી.


[[$googlead]]
  • Follow us on: