કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પ્રહારો કર્યા છે. ભરત બોઘરાએ કહ્યું કે, કોંગ્રેસ રાજનીતિ કરવાની કામગીરી બંધ કરે. કોંગ્રેસ પોલિટિકલ બેનિફિટ લેવા માટે આવ ન્યાય યાત્રા કરી રહી છે. ભરત બોધરાએ કોંગ્રસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા 28 વર્ષથી ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપની સરકાર શાસન કરી રહી છે.


[[$googlead]]

કોંગ્રેસના સમયમાં ગુંડાગર્દી, ભયનું સામ્રાજ્ય હતું

ભરત બોઘરાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસના લોકો તેમના ભૂતકાળને યાદ કરવાની જરૂ છે. ભૂતકાળમાં ગુજરાત અલગ-અલગ શહેર અને ગુંડાઓના નામથી ઓળખાતું હતું. લોકોની સુખ, શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસન હતી નઈ. કોંગ્રેસની સરકારમાં ગોળીબાર પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું તે ગુજરાતની જનતા ભૂલી નથી.

[[$alsoread]]

કોંગ્રેસના શાસનમાં રોજ ભ્રષ્ટાચારનો ઘડો સામે આવતો

વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતા પર ભરસો છે, વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડહોળવા માટેનો કોઈ પ્રયત્ન ન કરે. પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે તેમા અમને વાંધો નથી. આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે. રાજકોટનો ઈતિહાસ પણ એક અમુલ્ય ઈતિહાસ છે. પીડિતોનાં ખભે હાથ રાખીને કોંગ્રેસ પોતાની રાજનીતિ કરવા નીકળી છે. આ સાથે ભરત બોધરાએ કોંગ્રેસ પર શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હતો.  

  • Follow us on: