મોરબીનો વધુ એક વ્યાજખોર પાસામાં ધકેલાયો છે જેમાં ભરત ગોગરાને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે,વારંવાર વ્યાજખોરીના ગુનાઓ બાદ કાર્યવાહી કરવામાં આવી છે,એ ડિવિઝન પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરતા અન્ય વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
પાંચ દિવસ અગાઉ પણ એક આરોપીને વ્યાજને લઈ જેલ કરાઈ
મોરબી શહેરમાં વ્યાજનું દૂષણ વધી રહ્યું છે ત્યારે વ્યાજખોરોની સામે ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે થોડા દિવસો પહેલા એક શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજના ગુનામાં પકડાયેલ મેહુલ ઉર્ફે માધવ લાખાભાઇ ઝીલરીયા રહે.રવાપર સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા મોરબી એ ડીવીઝન પોલીસ દ્રારા આરોપીની ધરપકડ કરીને તેને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.
વધુ વ્યાજ માગે તો પોલીસનો કરો સંપર્ક
ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે ખાસ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં સતત વધી રહેલાં વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે આ વ્યવસ્થા વિકસાવાઈ છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્રમાં આ સિસ્ટમ લાગૂ કરાઈ છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તેની શરૂઆત કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ તમારી પાસે વ્યાજના નામે વધારે પડતા પૈસા પડાવતો હોય.









