આજ રોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દ્રારા વલસાડ ડાંગ લોકસભા બેઠક અંતર્ગત આવતી નગરપાલિકાઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતો ની પેટા ચૂંટણી સંદર્ભે તમામ મતદારોને ભાજપના ઉમેદવારને ને ભવ્ય વિજય અપાવવા માટે વિનમ્ર અપીલ, ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને કેમ વિજયી બનાવવા એ વિષયે વિશેષ માહિતી આપી હતી.
વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરાયું
વલસાડ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 10માં ભાજપની બે મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ વોર્ડમાં 16મી ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન દરમિયાન મતદારોએ માત્ર બે જ ઉમેદવારોને મત આપવાનો રહેશે, જે અંગે ભાજપના આગેવાનો દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મતદાનના દિવસે શ્રમયોગી-કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે
આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી- કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, એમ રાજયના શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું છે.









