બોટાદ, દાહોદની ઘટનાને સાંસદ ગેનીબેન ઠાકોરે વખોડી કાઢી છે. જેમાં શિક્ષણ જગતમાં બાળકો જેટલા માતા-પિતા પર ભરોસો રાખે છે એટલા જ શિક્ષકો પર ભરોસો રાખે છે. ગેનીબેને કહ્યું, બોટાદમાં છેડતી અને દાહોદમાં હત્યા છતાં રાજ્ય સરકારે કોઈ પગલા લીધા નથી. ત્યારે ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવાની માગ કરી છે.
બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવાની માગ
મહત્વનું કહી શકાય કે, ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ, પોલીસ અધિકારી, અને મનોચિકિત્સકની કમિટી બનાવવાની માગ કરવામાં આવી છે. જેમાં ગેનીબેન દ્વારા બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવાની માગ કરવામાં આવી છે. ત્યારે શહેર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ કમિટી શાળાઓમાં જઈ અને તપાસ કરે તેમ ગેનીબેને જણાવ્યું હતું.
"કમિટી તપાસ કરે તો આવી ઘટનાઓ કંટ્રોલમાં આવે"
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આ કમિટી શાળાઓમાં જઈને તપાસ કરે અને આવા માનસિક વિકૃત ધરાવતા શિક્ષકોની તપાસ કરે તો આવી ઘટનાઓ કંટ્રોલ થઈ શકે છે. જેમાં રાજ્ય સરકાર રે કોઈ પગલાં ન લેતા સાંસદ ઠાકોરે આ પ્રતિક્રિયા આપી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી
દાહોદમાં સીંગવડમાં 6 વર્ષીય બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. જેમાં દાહોદ એસપી, એલસીબીની ટીમ અને ક્રાઈમની ટીમ આરોપીને શોધવા ધંધે લાગી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને કેસ ઉકેલી નાખ્યો છે અને આખરે તોરણી ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી હોવાની વાત સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.









