પાડોશી રાજ્ય એવું મધ્યપ્રદેશમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. મહાકાલ નગરી ઉજ્જૈનમાં આવેલી ક્ષિપ્રા નદીના કાંઠામાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. નદીમાં ભારે વરસાદ બાદ રામઘાટ પાણીમાં ડૂબ્યો છે.
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. જેથી તીર્થનગરી ઉજ્જૈન અને આસપાસના વિસ્તારો પાણી ક્ષિપ્રા નદીમાં ઠલવાતા નદી કાંઠે આવેલા તમામ કાંઠા ડૂબી ગયા હતા. જેથી યાત્રાળુઓને ભારે હાલાકી વેઠવી પડી હતી.









