હાલ દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળી રહી છે તો ક્યાંક મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. ત્યારે મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને મુંબઈમાં જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. મુંબઈમાં અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાયા હતા. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.


[[$googlead]]

આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ભારે વરસાદના કારણે મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. જેમાં છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટની બહાર પાણી ફરી વળ્યાં હતા. સાથે જ ભારે વરસાદ વચ્ચે રાત્રે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થયો હતો. અંધેરી સબવે પાસે પણ પાણી ભરાય ગયા હતા જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે હજી આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

[[$alsoread]]

  • Follow us on: