ગુજરાત સહિત દેશમાં પણ અનેક જગ્યાઓએ વરસાદી માહોલ બન્યો છે. આ સાથે જ મુંબઈમાં પણ ભારે વરસાદી માહોલ બનવાની સાથે જ જનજીવન પણ ખોરવાયું છે. મુંબઈમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાસ વિસ્તારો જેમ કે અંધેરી, બોરીવલી, કાંદીવલીમાં પણ પાણી ભરાયા છે. આ સાથે જ મોટા પ્રમાણમાં વરસાદી માહોલને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સિવાય અંધેરી સબવે પાસે ચાર ફૂટ સુધીના પાણી ભરાયા હતા. સબવે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.


[[$googlead]]

શું છે હવામાન વિભાગની આગાહી

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે (20 જુલાઈ) કોંકણ અને ગોવા, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, ઉત્તર તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ઓડિશા, વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ મધ્ય પ્રદેશ, ગુજરાત, કોસ્ટલ કર્ણાટક, ઉત્તર કેરળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

[[$alsoread]]

આ જગ્યાઓએ રહેશે હળવાથી મધ્યમ વરસાદ

સિક્કિમ, પૂર્વોત્તર ભારત, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશના તળેટીમાં, બિહાર અને રાજસ્થાન અને ઝારખંડના ભાગો, બિહાર, પશ્ચિમ બંગાળ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાયલસીમા, તમિલનાડુ, પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ શક્ય છે.


  • Follow us on: