- મુંબઇમાં વહેલી સવારથી ભારે વરસાદ
- મુંબઇના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
- કાલિન, વિહાર લેક સહિતના વિસ્તારો પાણી પાણી
દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ અને પૂરના કારણે સ્થિતિ ગંભીર છે. મહારાષ્ટ્રમાં તેની મોટી અસર જોવા મળી રહી છે. મુંબઈ, પુણે, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ટ્રાફિક જામ છે અને ફ્લાઈટ અને ટ્રેનની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. સતત વરસાદને કારણે અનેક તળાવો પણ ઓવરફ્લો થયા છે. પુણે અને કોલ્હાપુર વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈમાં પણ વરસાદ આફત બની ગયો છે. જુલાઈમાં અત્યાર સુધીનો બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને એકંદરે 150 સેમીથી વધુ વરસાદ થયો છે.









